N Coverage

News Website

સનાથલ ગામે છરીના ઘા મારી યુવકની હત્યા, ચાંગોદર પોલીસે કલાકો માં આરોપીઓને ઝડપી પાડ્યા

Views: 51
0 0
Spread the love

Read Time:1 Minute, 54 Second

Changodar Police Station દ્વારા સનાથલ ગામે બનેલી હત્યાની ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.પોલીસ મુજબ તા. 10 મે 2026ની સાંજે સાંતેજ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વાહન પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી બાદ દેવેન્‍દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપીઓએ તેને સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યો હતો.આરોપી ચેહરભાઈ બાબુભાઈ ઠાકોર અને ભરતભાઈ બાબુભાઈ ઠાકોરે દેવેન્‍દ્રસિંહને ઘરની ઓસરીમાં પાડી છરી વડે છાતી, કપાળ, પીઠ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપીઓએ તેને પકડી રાખી મારામારી કરી હતી. ગંભીર ઇજાઓને કારણે દેવેન્‍દ્રસિંહનું મોત થયું હતું.ઘટનાને પગલે Ahmedabad Rural Police દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં ચેહરભાઈ બાબુભાઈ ઠાકોર (ઉ.વ.29) અને બાબુભાઈ જેસંગભાઈ ઠાકોર (ઉ.વ.60)નો સમાવેશ થાય છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love