મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના પદાધિકારીઓ વસ્ત્રાલ ફેઝ-2 ખાતે પહોંચ્યા, 15 જૂન પહેલા કામ પૂર્ણ કરવા સૂચના
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા પદાધિકારીઓએ કામગીરી શરૂ કરી દીધી છે. શહેરમાં ચોમાસા પહેલા વિકાસ કાર્યો અને ડ્રેનેજ સંબંધિત કામગીરીની સમીક્ષા અંતર્ગત મેયર Hitesh Barot, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન Kamlesh Patel સહિત પાંચેય પદાધિકારીઓએ વસ્ત્રાલ ફેઝ-2 વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું।નિરીક્ષણ દરમિયાન AMCના અધિકારીઓ દ્વારા પદાધિકારીઓને કેનાલના ચાલી રહેલા કામ અને તેની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ખારીકટ કેનાલની કામગીરીમાં થયેલા વિલંબને કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓએ સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી।
વસ્ત્રાલ ફેઝ-2 ખાતે AMC પદાધિકારીઓનો રાઉન્ડ, 15 જૂન પહેલા કામ પૂર્ણ કરવા સૂચનાખારીકટ કેનાલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા AMC તંત્રને આદેશ
આ પ્રસંગે મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે ખારીકટ કેનાલનું કામ ઝડપી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને 15 જૂન પહેલા કામગીરી પૂર્ણ કરવા જણાવાયું છે। તેમણે કહ્યું કે ખેડૂતોને પાણી આપવાના પ્રશ્નને કારણે થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે।સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે શહેરના અન્ય મહત્વના પ્રોજેક્ટોની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે અધિકારીઓ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવશે।AMCના નવા પદાધિકારીઓ દ્વારા મેદાનમાં ઉતરીને કામગીરીની સમીક્ષા શરૂ કરાતા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો