સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટે GCCIનું વિશેષ પ્લેટફોર્મ
અમદાવાદમાં આગામી 15 મે, 2026ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026”ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ સ્થિત સોલિનેર (Soulinaire) ખાતે યોજાનારી આ સમિટનું આયોજન GCCIની ESG ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રથમ આવૃત્તિની સફળતા બાદ આ વખતે સમિટને રાષ્ટ્રીય સ્તરના વિશાળ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
GCCI સમિટ 2026માં ગુજરાત બનશે સસ્ટેનેબલ વિકાસનું મોડલ
અમદાવાદમાં આગામી 15 મેના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસ્તરે મળેલી સફળતા બાદ હવે આ સમિટને રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ આપવામાં આવ્યું છે. સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને ભારતના સસ્ટેનેબલ વિકાસના એન્જિન તરીકે સ્થાપિત કરવાનો છે.“ભારતના સસ્ટેનેબલ વિકાસનું એન્જિન – 2047 અને 2070 સુધીની રોડમેપ થીમ આધારિત આ સમિટમાં ગ્રીન ફાઇનાન્સ, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડિયન કાર્બન માર્કેટ, ક્લાઈમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ, સપ્લાય ચેઈન કાર્યક્ષમતા અને ઔદ્યોગિક ડીકાર્બનાઈઝેશન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટે GCCIનું વિશેષ પ્લેટફોર્મ‘નેટ-ઝીરો’ મોડલ સાથે GCCI સમિટ 2026 બનશે ઉદાહરણ
સમિટમાં CEEW, TERI, WRI India અને CPI જેવી અગ્રણી સંસ્થાઓ સાથે IIM અમદાવાદ અને CEPT યુનિવર્સિટી પણ સહભાગી બનશે. ઉપરાંત “i-Hub Gujarat” દ્વારા 10થી વધુ ક્લાઈમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ પોતાના ગ્રીન ઇનોવેશન સોલ્યુશન્સ રજૂ કરશે.આ સમિટમાં ગુજરાતનું પ્રથમ “Gender Equity Round Table” પણ યોજાશે, જેમાં મહિલા નેતૃત્વ, જાતીય સમાનતા અને સર્વસમાવેશક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.આ સમગ્ર ઇવેન્ટને “Operational Net-Zero” રાખવાનો GCCI દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કાર્બન ઉત્સર્જનનું માપન અને ઑફસેટિંગ સિસ્ટમ દ્વારા સમિટને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાના પ્રયાસ કરવામાં આવશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો