N Coverage

News Website

પદગ્રહણના બીજા જ દિવસે મેયર હિતેશ બારોટ મેદાનમાં, પૂર્વ વિસ્તારના વિકાસકાર્યોની લીધી સમીક્ષા

Views: 108
0 0
Spread the love

Read Time:3 Minute, 5 Second

અમદાવાદ : અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ સહિત પાંચ પદાધિકારીઓએ પદગ્રહણના બીજા જ દિવસે ફિલ્ડ વિઝીટ કરીને પૂર્વ વિસ્તારના વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી। મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના પદાધિકારીઓએ વસ્ત્રાલ સ્થિત ખારીકટ કેનાલ તેમજ પૂર્વ ઝોનના વિવિધ વિકાસકામોની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી।પદાધિકારીઓએ લાલગેબી સર્કલથી આગળ તળાવ ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ તેમજ રાસ્કા પાણીની લાઈનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી। અધિકારીઓ દ્વારા ચાલી રહેલા કામોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ચોમાસા પહેલા વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ કરીને ડ્રેનેજ અને રોડ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી।ત્યારબાદ પૂર્વ ઝોન કચેરી ખાતે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં નિયમિત રાઉન્ડ લેવા, લોકોની સમસ્યાઓ જાણીને તેનો ઝડપી ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ વિકાસકાર્યો માટે જરૂરી બજેટ ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે શહેરના વિકાસકાર્યોમાં કોઈ વિલંબ ન થાય અને ચોમાસા દરમિયાન લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવશે। તેમણે જણાવ્યું કે મોટા ભાગના નવા કોર્પોરેટરોને માર્ગદર્શન મળે તે માટે જૂના કોર્પોરેટરોને પણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે।AMCના નવા પદાધિકારીઓ દ્વારા પદ સંભાળ્યા બાદ તરત જ મેદાનમાં ઉતરીને વિકાસકાર્યોની સમીક્ષા શરૂ કરાતા શહેરના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love