આગામી સમયમાં 9 બ્રિજ નીચે રમતગમતની આધુનિક સુવિધાઓ, ‘ફિટ અમદાવાદ – સ્પોર્ટ્સ ફ્રેન્ડલી અમદાવાદ’ના વિઝનને મળશે વેગ
અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની “સ્પોર્ટ્સ સિટી” તરીકે વિકસાવવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ બ્રિજ નીચેની બિનઉપયોગી જગ્યાઓને આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સમાં પરિવર્તિત કરવાની મહત્ત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા સાથે શહેરના યુવાનો અને નાગરિકોને નજીકમાં જ ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.AMC દ્વારા હાલમાં સિમ્સ અને રાણીપ અંડરબ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે લક્ષ્મણરાવ વકીલ સાહેબ બ્રિજ, અંજલી બ્રિજ અને ઘોડાસર બ્રિજ નીચે પણ સમાન પ્રોજેક્ટ્સ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દિનેશ ચેમ્બર ફ્લાયઓવર, ગુરુજી ઓવરબ્રિજ, ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજ અને રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓવર નીચે પણ રમતગમત સુવિધાઓ વિકસાવવા પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે.
અમદાવાદના 9 બ્રિજ નીચે વિકસશે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ
આ તમામ પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ સંચાલિત કરવામાં આવશે. અહીં ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, સ્કેટિંગ, બેડમિન્ટન સહિત વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સિમ્સ બ્રિજ હેઠળ એર હોકી, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બાસ્કેટબોલ, પૂલ ટેબલ અને ફુઝબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે.AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં વર્ષોથી બિનઉપયોગી રહેલી જગ્યાઓને હવે રમતગમત અને ફિટનેસના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે. આથી એક તરફ શહેરના સૌંદર્યમાં વધારો થશે તો બીજી તરફ યુવાનોને પોતાની પ્રતિભા નિખારવા માટે વધુ તક મળશે.સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તમામ સેન્ટર્સમાં CCTV કેમેરા, LED લાઇટિંગ, નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં સ્થાનિક ટૂર્નામેન્ટ્સ, કોચિંગ કેમ્પ્સ અને વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું આયોજન પણ કરવામાં આવશે.AMCનું માનવું છે કે આ પ્રોજેક્ટ અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ જેવા વૈશ્વિક રમતોત્સવો માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રમતગમત ક્ષેત્રના વિકાસ સાથે રોજગાર, સ્પોર્ટ્સ ટૂરિઝમ અને યુવાનોના ટેલેન્ટ ડેવલપમેન્ટને પણ પ્રોત્સાહન મળશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો