રિક્ષામાં ધક્કા-મુક્કી કરી ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મુસાફરોને ઓટો રિક્ષામાં બેસાડી ધક્કા-મુક્કી કરીને રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકીને ગોમતીપુર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત કુલ ચાર લોકોને ઝડપી તેમની પાસેથી રૂ. 2.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.29 મે, 2026ના રોજ રાજકુમાર જાટવ નામના વ્યક્તિએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના મિત્રને રૂ. 30 હજાર આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે ઓટો રિક્ષામાં પાછળ બેઠેલા ત્રણ શખ્સોએ ધક્કા-મુક્કી કરી તેમની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરી હતી. ફરિયાદના આધારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડને મળેલી બાતમીના આધારે પોલીસે ઓટો રિક્ષા નંબર GJ-27-TE-8829ને ઝડપી પાડી હતી. તપાસમાં આરોપીઓ પાસેથી રૂ. 28 હજાર રોકડ, ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. 64 હજાર અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા કિંમત રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 2.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે પોલીસે ઓટો રિક્ષા નંબર GJ-27-TE-8829ને ઝડપી પાડી હતી. તપાસમાં આરોપીઓ પાસેથી રૂ. 28 હજાર રોકડ, ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. 64 હજાર અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા કિંમત રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 2.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ રેહાન રમજાનભાઈ રોશનભાઈ લિલધર (ઉ.વ. 27), જમાલપુર અને મોહમ્મદ એઝાઝ મોહમ્મદ અકરમ શેખ (ઉ.વ. 21), વટવા સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરનો સમાવેશ થાય છે.આ સમગ્ર કામગીરી ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. રાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ
આ સમગ્ર કામગીરી ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. રાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.ડી.બી. મહીડા – સર્વેલન્સ સ્કોડ PSI (આરોપી અને મુદ્દામાલ હસ્તગત કરનાર)
હેડ કોન્સ્ટેબલ નયનકુમાર રિદાનકરભાઈ
પોલીસ કોન્સ્ટેબલ સુહાસ બાબુભાઈ (બાતમીદાર)
પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ભારતસિંહ (બાતમીદાર)
લોકરક્ષક રાજકુમાર જેસંગભાઈ
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો