ગુજરાત ટોપર અને IT બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર નારાયણા અમદાવાદમાંથી
નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદે JEE Advanced 2026ના પરિણામોમાં શાનદાર સફળતા મેળવી ગુજરાતના સ્પર્ધાત્મક શિક્ષણ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. માત્ર બીજા જ વર્ષમાં અમદાવાદ સેન્ટરે રાજ્યનો ટોપર અને IT બોમ્બે ઝોનની ગર્લ્સ ટોપર આપીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.આ વર્ષે આદિત્ય ઠાકુરે AIR 22 મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે સાન્વી પાટીદારે AIR 158 સાથે IT બોમ્બે ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી નારાયણા અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. દેશના સૌથી સ્પર્ધાત્મક ઝોનોમાંની એક ગણાતી IT બોમ્બે ઝોનમાં આ સિદ્ધિ વિશેષ મહત્વ ધરાવે છે.
AIR 22 સાથે આદિત્ય ઠાકુર બન્યા ગુજરાત ટોપર, AIR 158 સાથે સાન્વી પાટીદાર IT બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર; Top 1000માં 8 વિદ્યાર્થીઓનો સમાવેશ
અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. JEE Advanced 2026માં નારાયણા અમદાવાદના 4 વિદ્યાર્થીઓ Top 500 AIRમાં અને 8 વિદ્યાર્થીઓ Top 1000 AIRમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આ પરિણામો સંસ્થાની મજબૂત શૈક્ષણિક પદ્ધતિ અને વિદ્યાર્થીઓની મહેનતનું પ્રતિબિંબ માનવામાં આવે છે.ગુજરાતભરના પરિણામોની વાત કરીએ તો અમદાવાદ ઉપરાંત સુરત સેન્ટરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સમગ્ર ગુજરાતમાં નારાયણાના 6 વિદ્યાર્થીઓ Top 500 AIRમાં, 13 વિદ્યાર્થીઓ Top 1000 AIRમાં, 38 વિદ્યાર્થીઓ AIR 5000ની અંદર અને 49 વિદ્યાર્થીઓ AIR 10000ની અંદર સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.આ સફળતા અંગે સંસ્થાના નિર્દેશક ડૉ. પી. સિંધુરાએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે ગુજરાત સ્ટેટ ટોપર અને IT બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર આપવી સંસ્થા માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની પ્રતિબદ્ધતા અને નારાયણાની વૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં IIT-JEE તૈયારી માટે નારાયણા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે.ઉલ્લેખનીય છે
નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ 1979માં સ્થાપિત થયેલી એશિયાની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. 23 રાજ્યોમાં 900થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરોના નેટવર્ક સાથે કાર્યરત આ સંસ્થા દર વર્ષે લાખો વિદ્યાર્થીઓને IIT-JEE, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ આપે છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો