અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, 93,426 વિદેશી દારૂની બોટલનો કાયદેસર નાશ
ધંધુકા ખાતે પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ધંધુકા ડિવિઝન હેઠળ આવતા ધંધુકા પોલીસ સ્ટેશન, ધોલેરા પોલીસ સ્ટેશન અને બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2025 અને 2026| દરમિયાન અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. કુલ 93,426 જેટલી વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન, જેની| અંદાજિત કિંમત રૂપિયા 4,19,70,573 જેટલી થાય છે, તેને પંચોની હાજરીમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.
ધંધુકા – ધોલેરા-બગોદરા પોલીસે કરોડોના દારૂના જથ્થા પર ફેરવ્યો બુલડોઝર
આ સમગ્ર કાર્યવાહી રાધવેન્દ્ર વત્સ અને ઓમ પ્રકાશ જાટ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલા પરપ્રાંતિય ભારતીય બનાવટના ઇંગિ્લશ દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી.
ધંધુકા વિભાગના ઇન્યાર્જ નાયબ પોલીસ અધિક્ષક આસ્થા રણા ના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. તા. 09 મે 2026ના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી ધંધુકા-બરવાળા રોડ પર આવેલા ધંધુકા નગરપાલિકાના ઘન કચરા નિકાલ કેન્દ્ર અને MRE સેન્ટર ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.
ધંધુકા ડિવિઝનમાં 4.19 કરોડના વિદેશી દારૂનો નાશ, 93 હજારથી વધુ બોટલ તોડાઈ
પોલીસ વિભાગના જણાવ્યા અનુસારરાજ્યમાં દારૂબંધી કાયદાનું કડક પાલન થાય તે માટે સતત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને પરપ્રાંતિય વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતા વિદેશી દારૂના જથ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ધંધુકા ડિવિઝન વિસ્તારમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાતા પોલીસની કામગીરીનેવધુ મજબૂતી મળી છે.|અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી રહી છે. સમાજમાં શાંત અને કાયદો-વ્યવસ્થા જ , રહે તે માટે આવી કાર્યવાહી આગળ પણ થાલુ રહેશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો