N Coverage

News Website

ખેડા જિલ્લામાં ભાજપાની જાહેરસભાઓ: વિકાસના મુદ્દે જનસમર્થન મેળવવાનો પ્રયાસ

Views: 51
0 0
Spread the love

Read Time:2 Minute, 37 Second

ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી જાહેરસભાઓને સંબોધી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો.સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાતિવાદ અને જાતિવાદની રાજનીતિને પાછળ મૂકી વિકાસની નવી દિશા આપી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભાજપા સરકારો વિકાસના માર્ગે આગળ વધી રહી છે અને જનતાનો વિશ્વાસ સતત મજબૂત થઈ રહ્યો છે.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આઝાદી બાદ લાંબા સમય સુધી સત્તામાં રહી હોવા છતાં કોંગ્રેસે પરિવારવાદ અને શોષણની રાજનીતિ કરી છે. સાથે જ તેમણે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનોને લઈ આક્ષેપ કર્યો કે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન જનતા સહન નહીં કરે.સરકારની કામગીરી અંગે વાત કરતા તેમણે પાણી, વીજળી અને ખેડૂતોને આપવામાં આવતી સહાયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી અને ખેતી માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો ઉપલબ્ધ છે.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમણે જનતાને 26મી તારીખે જંગી મતદાન કરી ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા આહ્વાન કર્યું. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપા અધ્યક્ષ નયનાબેન પટેલ, સાંસદ શ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, ધારાસભ્યો, પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હેમલબેન પટેલ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love