વિરમગામ પોલીસે વાહન ચોરીના 7 ગુનાઓ ઉકેલ્યા, આરોપી સાથે 7 ટુ-વ્હીલર કબ્જે
અમદાવાદ ગ્રામ્ય: જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે વિરમગામ ટાઉન પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ, તેમજ નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયાના માર્ગદર્શન મુજબ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને પોપટ ચોકડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે જાલીસણા તરફથી એક શંકાસ્પદ વ્યક્તિ એક્ટિવા લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે ચેકપોસ્ટ પર આરોપીને રોકી તપાસ હાથ ધરી હતી.પુછપરછ દરમિયાન આરોપી વાહન અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને માલિકીના કોઈ દસ્તાવેજ રજૂ કર્યા નહોતા. જેથી પોલીસે હોન્ડા એક્ટિવાને કબ્જે કરી આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલી સખત પૂછપરછમાં આરોપીએ અલગ-અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે તેની પાસેથી કુલ 7 ટુ-વ્હીલર વાહનો કબ્જે કર્યા છે, જેમાં એક્ટિવા અને સ્પ્લેન્ડર જેવી બાઇકોનો સમાવેશ થાય છે. કબ્જે કરાયેલા વાહનોની કુલ કિંમત અંદાજે ₹2.80 લાખ ગણવામાં આવી છે.
પુછપરછ દરમિયાન આરોપી વાહન અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને માલિકીના કોઈ દસ્તાવેજ રજૂ કર્યા નહોતા. જેથી પોલીસે હોન્ડા એક્ટિવાને કબ્જે કરી આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આગળની પૂછપરછમાં આરોપીએ મહેસાણા, પાટણ અને વિરમગામ સહિતના વિસ્તારોમાંથી અલગ અલગ ટુ-વ્હીલર વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી કુલ 7 ટુ-વ્હીલર વાહનો કબ્જે કર્યા છે, જેમાં એક્ટિવા અને સ્પ્લેન્ડર જેવી બાઇકોનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોની કુલ અંદાજિત કિંમત રૂપિયા 2.80 લાખ જેટલી છે.પોલીસ તપાસ મુજબ આરોપી પાર્ક કરેલા અને લોક વગરના અથવા ચાવી લગાડેલા વાહનોને નિશાન બનાવી ચોરી કરતો હતો. આ કામગીરીથી મહેસાણા બી-ડિવિઝન, પાટણ સિટી અને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.આ સમગ્ર કામગીરી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડો. કે.એસ. દવેના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટાફના અનેક જવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
કાર્યકારી ટીમ (સ્ટાફ) સફળ કામગીરી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં નીચેના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હતા:
પોલીસ ઇન્સ્પેક્ટર: ડો. કે.એસ. દવે
હેડ કોન્સ્ટેબલ: રાજુભાઈ મફાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ: જયેન્દ્રસિંહ ભરૂભાઈ
પોલીસ કોન્સ્ટેબલ: સોમાભાઈ બચુભાઈ
પોલીસ કોન્સ્ટેબલ: વીરસંગજી પ્રભુજી
પોલીસ કોન્સ્ટેબલ: જસદીપસિંહ જવાનસિંહ
પોલીસ કોન્સ્ટેબલ: કિર્પાલસિંહ (વિગત ઉપલબ્ધ મુજબ)
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો