ગુજકોમાસોલની નવી પહેલ: કુદરતી ખાતરો સાથે ખેડૂતોને મળશે વ્યાજબી વિકલ્પ, ઉત્પાદન વધાર અને પર્યાવરણ રક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું
ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને પર્યાવરણમૈત્રી પહેલ હેઠળ ગુજકોમાસોલ દ્વારા કુદરતી ખનીજ તત્ત્વોમાંથી બનેલા ખાતરો અને ખેતીલક્ષી પ્રોડક્ટ્સ બજારમાં મુકવાની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોડક્ટ્સ જોર્ડનની અગ્રણી કંપની મનસિર નેચરલ ગ્રીન (MNG) દ્વારા બનાવવામાં આવે છે, જે કુદરતી સ્ત્રોતોથી ખેતી માટે ઉપયોગી ઘટકોનું ઉત્પાદન કરે છે.આ પહેલ પહેલા ગાંધીનગરમાં યોજાયેલા ખેડૂત સેમિનારમાં આ પ્રોડક્ટ્સ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીના નિષ્ણાતો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોમાં આ પ્રોડક્ટ્સને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રોડક્ટ્સની અસરકારકતા ચકાસવા માટે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક ટ્રાયલ કરવામાં આવ્યા હતા, જેમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. આના આધારે હવે આ કુદરતી ખાતરો ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પહેલનો મુખ્ય હેતુ જમીનની ઉત્પાદકતા વધારવાનો, કેમિકલ ખાતરનો ઉપયોગ ઘટાડવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઇફકો અને ગુજકોમાસોલના અગ્રણીઓ, કૃષિ નિષ્ણાતો અને કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.આ પહેલથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજ્યના ખેડૂતો કુદરતી ખાતરો અપનાવીને વધુ ઉત્પાદન મેળવી શકશે અને સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો