બૂથથી વિજય સુધી ભાજપાનો મંત્ર, વિશ્વકર્માની કાર્યકર્તાઓને હાકલ
ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના ભાજપા પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગેવાનો અને કાર્યકર્તાઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શ્રી વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભાજપાનો દરેક કાર્યકર્તા ‘રાષ્ટ્રપ્રથમ’ના વિચાર સાથે સતત જનસેવામાં કાર્યરત રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા શક્તિશાળી નેતૃત્વ સાથે ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે કાર્ય કરી રહી છે.
વિપક્ષના અપપ્રચાર સામે સોશિયલ મીડિયાથી જવાબ આપવા સૂચના
તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી કે વિકાસના મંત્ર સાથે દરેક બૂથમાં વિજયના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને લોકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કામગીરીની સચોટ માહિતી પહોંચાડે. સાથે જ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા અપપ્રચાર અને ભ્રામક નેરેટિવ સામે સોશિયલ મીડિયાના પ્રભાવશાળી ઉપયોગ દ્વારા સત્ય જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્કના આધારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને પ્રચંડ જનાદેશ મળશે.બેઠકમાં ગોરધનભાઈ ઝડફીયા દ્વારા ચૂંટણી વ્યવસ્થાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મનીષભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો