ડોર ટુ ડોર અને ડિજીટલ પ્રચારથી ભાજપા મજબૂત અભિયાન ચલાવી રહી છે
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ચૂંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું વિશેષ નિદર્શન યોજાયું હતું।પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે ગુજરાતભરમાં ભાજપાને જનતા તરફથી વિશાળ જનસમર્થન મળી રહ્યું છે। વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના આધારે ભાજપા જનતાનો વિશ્વાસ જીતતી ચૂંટણી પ્રચારમાં અગ્રેસર બની રહી છે।
સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપાનું પ્રચાર અભિયાન તેજ, કોબામાં સાહિત્યનું પ્રદર્શન
તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપા દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક, ડિજીટલ પ્રચાર તેમજ ગીત-સંગીત જેવા માધ્યમોથી પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે। આ અભિયાનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ભુપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી રહી છે।ડૉ. પટેલે જણાવ્યું કે ભાજપાનું ચૂંટણી પ્રચાર અભિયાન કુલ ત્રણ તબક્કામાં યોજાયેલું છે, જેમાં પ્રથમ તબક્કો ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે પૂર્ણ થયો છે, હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે અને ત્રીજો તબક્કો મતદાન સુધી પૂર્ણ થશે।
ત્રણ તબક્કામાં ચાલતું ભાજપાનું પ્રચાર અભિયાન બીજા તબક્કામાં પ્રવેશ્યું: ડોક્ટર અનિલ પટેલ
આ વખતે ભાજપા દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેમાં પ્રચાર પત્રિકાઓ, વિકાસકાર્યોની માહિતી સાથેના બેનરો તથા કમળના નિશાનવાળી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે। નાના બાળકો થી લઈને મોટી ઉંમરના લોકો ઉપયોગ કરી શકે તેવી વૈવિધ્યસભર વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે, જે ભાજપાના પ્રચારને વધુ અસરકારક બનાવશે।તેમણે જણાવ્યું કે બુથ સ્તર સુધી ભાજપાની મજબૂત સંગઠન શક્તિ કાર્યરત છે અને તેની મદદથી ચૂંટણી અભિયાન વધુ પ્રભાવી રીતે આગળ વધી રહ્યું છે। વિકાસકાર્યોના રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી એક વખત ભાજપાને આશીર્વાદ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો।આ પ્રેસવાર્તામાં પ્રચાર પ્રસાર વિભાગના ઇન્ચાર્જ અતુલભાઈ ભાવસાર અને પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી સહિત અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો