ગાંધીનગરમાં બકાલી મેંગો ફેસ્ટિવલ, ત્રણ મહિના સુધી કેરીઓનો ઉત્સવ
ગાંધીનગરમાં તા. ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ ગુજકોમાસોલ દ્વારા “બકાલી મેંગો ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવ્યું છે. સેક્ટર-૨૫ સ્થિત ગુજકોમાસોલ હેડ ઓફિસ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ચેરમેન દિલીપ સંધાણીના હસ્તે તથા વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ (ગોતા)ની ઉપસ્થિતિમાં થશે.ઉનાળાની સીઝનમાં ગુજરાતની ઓળખ ગણાતી કેરીઓને વધુ ગુણવત્તાસભર રીતે લોકો સુધી પહોંચાડવા માટે આ પહેલ કરવામાં આવી છે. ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદી કરીને તેને વોશિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ જેવી આધુનિક પ્રક્રિયા બાદ બજારમાં મૂકાશે.
બકાલી મેંગો ફેસ્ટિવલથી ગુજરાતમાં કેરી મહોત્સવની ધૂમખેડૂતથી સીધી ગ્રાહક સુધી – બકાલી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ
ફેસ્ટિવલ દરમિયાન “Bakali” મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન વેચાણ પણ કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં કેરીઓ ઉપલબ્ધ રહેશે. આ ફેસ્ટિવલ આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો