અમદાવાદના જમાલપુર વોર્ડના રાયખડ વિસ્તારમાં સુરક્ષા મુદ્દે પૂર્વ ધારાસભ્ય ભૂષણ અશોક ભટ્ટ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.રજુઆતમાં જણાવાયું છે કે રાયખડ વિસ્તારમાં આવેલ પ્રસાદ મિલ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અનેક હિન્દુ પરિવારો વસવાટ કરે છે. હાલ કેટલીક વ્યક્તિઓ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ થતો હોવાની માહિતી સામે આવી રહી છે, જે સ્થાનિકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
વધુમાં, સુપ્રીમ કોર્ટના આદેશોના ખોટા અર્થઘટન દ્વારા પરિસ્થિતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો હોવાની પણ નોંધ લેવામાં આવી છે.
ભૂષણ અશોક ભટ્ટ એ રજૂઆતમાં જણાવ્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો બળજબરીપૂર્વકનો બંદોબસ્ત ન કરવામાં આવે અને વિસ્તારના રહેવાસીઓમાં શાંતિ અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ રીતે કામગીરી કરવામાં આવે.તેમણે રાજ્ય સરકારને આ મુદ્દે તાત્કાલિક માર્ગદર્શન આપી જરૂરી પગલાં લેવા અપીલ કરી છે, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો નિર્ભય રીતે જીવન વિતાવી શકે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો