N Coverage

News Website

GCCI દ્વારા હસ્તકલા જ્વેલરી વર્કશોપનું આયોજન, કારીગરોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

Views: 98
0 0
Spread the love

Read Time:2 Minute, 35 Second

અમદાવાદમાં: GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી” વિષય પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાત દિવસીય વર્કશોપમાં કારીગરોને હસ્તકલા જ્વેલરી બનાવવાની વિવિધ કળાઓમાં પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.આ વર્કશોપમાં CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડની સ્થાપક અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે હાજર રહી તાલીમ આપી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન GCCI ના માનનીય ખજાનચી શ્રી ગૌરાંગભાઈ ભગતે જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સના ચેરમેન શ્રી વિપુલભાઈ મહેતાને આ પ્રકારના ઉપયોગી આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે ટ્રેનર તરીકે હાજરી આપવા બદલ અંકિતા બેનનો આભાર વ્યક્ત કર્યો હતો..

તેમણે જણાવ્યું હતું કે આ તાલીમ પૂર્ણ કરનાર સહભાગીઓને પ્રમાણપત્ર સાથે સરકાર દ્વારા માન્ય “આર્ટિસન કાર્ડ” આપવામાં આવશે, જેનાથી રોજગાર મેળવવાની તેમજ સ્વરોજગાર શરૂ કરવાની તકો વધશે. GCCI દ્વારા આવી તાલીમ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું સશક્તિકરણ કરી ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
સાત દિવસીય આ તાલીમમાં ગુંથણી, લટકણ, છેડીયું, ગળાનો હાર, કાનની વીંટી અને વાળના એસેસરીઝ જેવી હસ્તકલા જ્વેલરીના વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમના અંતે જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સના સભ્ય આશિષ ઝવેરીએ આભારવિધિ વ્યક્ત કરી ઉદ્ઘાટન સત્ર પૂર્ણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love