કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે આપ નેતાઓ જોડાયા કોંગ્રેસમાંત્રણ દાયકાથી ભાજપ સાશનમાં પ્રજા પરેશાન છે
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીમાં વધુ એક મોટું ભંગાણ સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે અનેક આપ નેતાઓ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.આ પ્રસંગે આપ પાર્ટીના મહામંત્રી અને ખજાનચી તરીકે કાર્યરત તેમજ સીએ તરીકે પ્રેક્ટિસ કરતા જયદીપ પંડ્યા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સાથે આપ પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી ભાવેશભાઈ કાતરિયા અને કચ્છ વિસ્તારના આગેવાન નારણભાઈ કાનાણી પણ કોંગ્રેસમાં સામેલ થયા .
જયદીપ પંડ્યાભણેલા લોકોએ રાજનિતીમાં આવુ| જોઇએ – જયદીપ પંડ્યા૧૩ વર્ષથી હું રાજનીતિમાં સકિ્રય છું , રાહુલ ગાંધીના વિચારથી હું પ્રભાવિત થયો છું – જયદીપ પંડ્યા
આ પ્રસંગે અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં પ્રજા પરેશાન છે અને હવે લોકોમાં અસંતોષ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે આપ પાર્ટી ભાજપની “બી ટીમ” તરીકે કાર્ય કરી રહી છે.જયદીપ પંડ્યાએ કોંગ્રેસમાં જોડાતા જણાવ્યું હતું કે ભણેલા અને સમજદાર લોકો રાજનીતિમાં આગળ આવે તે સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે છેલ્લા 13 વર્ષથી તેઓ રાજકારણમાં સક્રિય છે અને રાહુલ ગાંધીના વિચારો થી પ્રભાવિત થઈ કોંગ્રેસ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત ઉમરેઠ વિધાનસભા બેઠકના પેટા ચૂંટણી મુદ્દે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે, જે દાવેદારોની વાત સાંભળી પેનલ તૈયાર કરશે. ત્યારબાદ આ પેનલ હાઇકમાન્ડને સોંપવામાં આવશે અને કોંગ્રેસ ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો