N Coverage

News Website

અમદાવાદ મનપાની ટર્મ પૂર્ણ, રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે પડદો પડ્યો

Views: 74
0 0
Spread the love

Read Time:4 Minute, 13 Second

અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થઈ છે. અંતિમ દિવસે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી અને મેયર દ્વારા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ જોવા મળ્યા.વીઓ :ટર્મના અંતિમ દિવસે મળેલી સામાન્ય સભામાં બાકી રહેલા વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન મેયર પ્રતિભાબેન જૈને તમામ કોર્પોરેટરો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.મેયર પ્રતિભાબેન જૈને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી ટર્મમાં પણ અમદાવાદની જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકશે અને ફરીથી ભાજપનો મેયર ચૂંટાઈને આવશે.

બીજી તરફ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ટર્મ પૂર્ણ થવા પર સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ સત્તા પક્ષના પાંચ વર્ષ કાંડ અને કૌભાંડના રહ્યા છે.તેમણે હાટકેશ્વર બ્રિજ કૌભાંડ, રોડ કૌભાંડ, EWS આવાસ કૌભાંડ તેમજ સંબંધીઓને નોકરી આપવાના કૌભાંડ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. તેમના કહેવા મુજબ કરોડો રૂપિયા ખર્ચવા છતાં શહેરમાં એર પોલ્યુશન વધ્યું છે અને ભાજપના શાસનમાં સ્માર્ટ સિટી હવે બીમાર સિટી બની ગયું છે. સાથે જ VS હોસ્પિટલ બંધ કરવી અને સ્મશાનના લાકડાઓમાં પણ કૌભાંડ થયાના આક્ષેપો તેમણે કર્યા.તેમણે વધુમાં જણાવ્યું કે આવનારી ચૂંટણીમાં અમદાવાદની જનતા ભાજપને અરીસો બતાવશે.

સોમવારે અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો છેલ્લો દિવસ રહ્યો. સત્તા પક્ષે છેલ્લા અઢી વર્ષમાં 18 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે વિપક્ષે આ સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયાના આક્ષેપો કર્યા છે.વીઓ :અઢી વર્ષની ટર્મ દરમિયાન અમદાવાદ શહેરમાં અંદાજે 18,800 કરોડથી વધુના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાનો સત્તા પક્ષનો દાવો છે. છેલ્લા એક વર્ષમાં જ શહેરમાં 317 ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. આ સમયગાળામાં અંદાજે 6,600 કરોડના કામો પૂર્ણ કરાયા છે.મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ સોસાયટીઓમાં RCC રોડ, સ્ટ્રીટ લાઈટ અને પેવર બ્લોક જેવા વિકાસ કામો કરાયા છે. સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરા બ્રિજ સુધી વિસ્તૃત કરવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે અને આઇકોનિક રોડ પણ બનાવવામાં આવી રહ્યા છે.સત્તા પક્ષના નેતાઓનું કહેવું છે કે વિપક્ષ માત્ર આક્ષેપો કરી રહ્યો છે, જ્યારે તેમના સમયમાં વિકાસના કામો થયા નહોતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love