લાંભા વોર્ડની જનતાનો સહકાર અને પ્રેમ બદલ માનસિંહ સોલંકીનો આભાર
અમદાવાદ: લાંભા વોર્ડના નગરસેવક માનસિંહ સોલંકીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લાંભા વોર્ડની જનતાની સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે નગરસેવક તરીકેના કાર્યકાળ દરમિયાન વોર્ડના વિકાસ માટે અને જનતાની સમસ્યાઓના નિરાકરણ માટે યથાશક્તિ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.માનસિંહ સોલંકીએ જણાવ્યું કે જો આ સમયગાળા દરમિયાન કોઈ કાર્યમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય તો લાંભા વોર્ડની જનતાની દિલથી ક્ષમા માંગું છું. લાંભા વોર્ડની જનતાએ આપેલો અપ્રતિમ પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ તેમણે દિલથી આભાર માન્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે આ પાંચ વર્ષ દરમિયાન તેમની સાથે સતત કાર્ય કરનાર તમામ કાર્યકર ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાનોનો પણ તેઓ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમના સહયોગ અને સમર્પણના કારણે જ વોર્ડમાં વિવિધ વિકાસકાર્યો શક્ય બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.લાંભા વોર્ડની જનતાના આશીર્વાદ અને સહકારથી આગળ પણ જનસેવા માટે હંમેશા તૈયાર રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો