પૂર્વ ઝોનમાં AMCનું દબાણ હટાવો અભિયાન, 16 લારીઓ સહિત મોટી સંખ્યામાં સામાન જપ્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આજે વિશેષ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઓઢવ વોર્ડમાં સોનીની ચાલીથી આગમન શાકમાર્કેટ અને વિમલપાર્ક શાકમાર્કેટ સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાન 10 લારીઓ, 3 વજન કાંટા, 30 કેરેટ, 7 છત્રીઓ અને 50 જેટલો પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂ.5,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.
પૂર્વ ઝોન વિસ્તારમાં GSLSA રૂટ તેમજ મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ BRTS રૂટ પરના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 શેડ દૂર કરાયા હતા તેમજ 6 લારીઓ, 2 વાહનો, 49 બોર્ડ-બેનર અને 65 પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યા હતા.સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 5 શેડ દૂર કરાયા, 16 લારીઓ, 2 વાહનો, 3 વજન કાંટા, 30 કેરેટ, 7 છત્રીઓ, 49 બોર્ડ-બેનર અને 115 પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 38 વાહનોને લોક મારી રૂ.14,400નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.AMC દ્વારા કુલ રૂ.19,400નો દંડ અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. કોર્પોરેશને જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ ટીપી રોડ, જંક્શન, મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ, બિનપરવાનગીના બાંધકામો તેમજ ગેરકાયદેસર બોર્ડ-બેનરો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો