વટવા પોલીસની કાર્યવાહી: અબ્દુલસમદ ઉર્ફે બાબાને ભુજની પાલારા જેલમાં મોકલાયો
અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે વટવા પોલીસે અબ્દુલસમદ ઉર્ફે બાબા અબ્દુલમજીદ શેખ (ઉંમર 34 વર્ષ) વિરુદ્ધ PASA હેઠળ કાર્યવાહી કરી છે.પોલીસની માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ કાગડાપીઠ અને વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધના ગુનાઓની વિગતો અને કેસના કાગળો મેળવી વટવા પોલીસે PASA હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત તૈયાર કરી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સમક્ષ મોકલી હતી.
અમદાવાદમાં મિલકત સંબંધી ગુનાઓ સામે પોલીસની કાર્યવાહી તેજ! વટવા પોલીસે PASA હેઠળ આરોપી અબ્દુલસમદ શેખની અટકાયત કરી!
પોલીસની માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ કાગડાપીઠ અને વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધના ગુનાઓની વિગતો અને કેસના કાગળો મેળવી વટવા પોલીસે PASA હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત તૈયાર કરી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સમક્ષ મોકલી હતી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા PASA અટકાયતી હુકમ ક્રમાંક PCB/DTN/PASA/795/2026, તારીખ 10 ઓક્ટોબર 2026ના રોજ આરોપી વિરુદ્ધ અટકાયતનો હુકમ કરવામાં આવ્યો હતો.વટવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. વછેટાની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસ કર્મચારીઓ હિરેનભાઈ કરશનભાઈ અને રઘુભાઈ લાલાભાઈએ આરોપીને પકડી વટવા પોલીસ સ્ટેશન ખાતે રજૂ કર્યો હતો.ત્યારબાદ 11 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે PASA હુકમની બજવણી કરી આરોપીને જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે ભુજની ખાસ જેલ, પાલારા ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવી હતી.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓસિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. વછેટાપોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.કે. જાડેજાઅ.પો.કો. વિજયભાઈ ધીરુભાઈ (બ.નં. 12654) — PASA દરખાસ્ત તૈયાર કરનારઅ.પો.કો. હિરેનભાઈ કરશનભાઈ (બ.નં. 12268) — આરોપીને પકડનારઅ.પો.કો. રઘુભાઈ લાલાભાઈ (બ.નં. 7261) — આરોપીને પકડનાર
Average Rating
More Stories
વિઝા નિયમો, વિદેશમાં નિવાસ અને ભારત પરત ફરવાના પડકારો અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની ભવ્ય ઉજવણી!
અમદાવાદમાં મિલકત સંબંધી ગુનાના આરોપી સામે PASA હેઠળ કાર્યવાહી