ગરબા, નૃત્ય અને સંગીતનો અનોખો સંગમ! ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતના 27મા વાર્ષિક સ્ટેજ શોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
અમદાવાદ, ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત લિ., નવરંગપુરા દ્વારા ક્લબ લૉન ખાતે 27મા વાર્ષિક સ્ટેજ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. GLS યુનિવર્સિટી તથા અન્ય ગરબા ગ્રૂપ્સના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 1,500થી વધુ સભ્યો અને મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગુજરાતના વિવિધ દેવી-દેવતાઓના ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને ધાર્મિક વિરાસત પર આધારિત થીમ રજૂઆતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. આકર્ષક વેશભૂષા, સર્જનાત્મક સજાવટ, નૃત્ય અને સંગીત દ્વારા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત કરવામાં આવી હતી.
દેવી-દેવતાઓની કથાઓથી ગુંજ્યું ક્લબ લૉન! GLS યુનિવર્સિટી અને ગરબા ગ્રૂપ્સની મનમોહક રજૂઆત
કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં નવી પેઢીને ગુજરાતના ગૌરવશાળી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે જોડવાનો પણ રહ્યો હતો.વર્ષ 1965માં સ્થાપિત ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મનોરંજન અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાની પોતાની પરંપરાને સતત આગળ વધારી રહી છે.
નવી પેઢીને ગુજરાતના ગૌરવશાળી વારસા સાથે જોડવાનો પ્રયાસ! નવરંગપુરામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Average Rating
More Stories
વિઝા નિયમો, વિદેશમાં નિવાસ અને ભારત પરત ફરવાના પડકારો અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
વટવા પોલીસની મોટી કાર્યવાહી: મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અબ્દુલસમદ ઉર્ફે બાબા શેખની પાસા હેઠળ અટકાયત
અમદાવાદમાં મિલકત સંબંધી ગુનાના આરોપી સામે PASA હેઠળ કાર્યવાહી