સંકલન બેઠકમાં ગ્રામ્ય અને શહેરી પ્રશ્નોના ઝડપી નિવારણ પર ભારપડતર કામો ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટર ભવ્ય વર્માની અધિકારીઓને સૂચના
અમદાવાદ : જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેના ઝડપી અને હકારાત્મક નિવારણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે સંકલન બેઠકમાં રજૂ થતા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી નિયમાનુસાર ત્વરિત કાર્યવાહી થવી જરૂરી છે. સાથે જ આચારસંહિતાના અમલને કારણે અટકેલા માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસકાર્યો ઝડપથી ફરી શરૂ કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
પીવાનું પાણી, રસ્તા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો અંગે સંકલન બેઠકમાં ચર્ચાગ્રામ્ય સુવિધાઓના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા કલેક્ટરનો અનુરોધ આચારસંહિતા બાદ અટકેલા વિકાસ કામો ફરી શરૂ કરવા સૂચના
કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે સંકલન બેઠકમાં રજૂ થતા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી નિયમાનુસાર ત્વરિત કાર્યવાહી થવી જરૂરી છે. સાથે જ આચારસંહિતાના અમલને કારણે અટકેલા માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસકાર્યો ઝડપથી ફરી શરૂ કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો, નદીઓમાંથી કાંપ કાઢી ઊંડીકરણ કરવાની કામગીરી, વરસાદી પાણીના નિકાલ, કિસાન સન્માન નિધિ, ગૌચરની જમીન, તળાવના પાણીના પ્રશ્નો તેમજ ગટરની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત હાઈવે આસપાસના દબાણો દૂર કરવા, રેલવે સ્ટોપેજ, ડેટા એન્ટ્રી અને પ્રાથમિક માળખાકીય સુવિધાઓના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.શહેરી વિસ્તારોને લગતા પ્રશ્નોમાં ટ્રાફિક, વીજળી, કાયદો અને વ્યવસ્થા, નવી પોસ્ટ ઓફિસ તથા રેલવે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, અમિત ઠાકર, પાયલ કુકરાણી, કંચનબેન રાદડિયા સહિત અનેક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો