N Coverage

News Website

અમદાવાદમાં કેન્સર સારવારમાં નવી ક્રાંતિ, KD Hospital એ શરૂ કર્યું અદ્યતન Cancer Center

Views: 59
0 0
Spread the love

Read Time:2 Minute, 47 Second

અમદાવાદ: શહેરના આરોગ્યક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. KD Hospital⁠� દ્વારા અદ્યતન “KD Cancer Center” ની શરૂઆત કરવામાં આવી છે. આ નવા કેન્દ્ર દ્વારા કેન્સર જેવી જટિલ બીમારીની સારવાર વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને દર્દી-કેન્દ્રિત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, KD Cancer Center માં ઓન્કોલોજી, રેડિયોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને સપોર્ટિવ કેર જેવી તમામ જરૂરી સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ રહેશે. દર્દીઓને ઝડપી નિદાન, યોગ્ય માર્ગદર્શન અને સંકલિત સારવાર મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આદિત દેસાઈ એ જણાવ્યું હતું કે, “આ Cancer Center માત્ર સારવાર માટે નહીં પરંતુ દર્દીઓમાં નવી આશા અને આત્મવિશ્વાસ જગાડવા માટેનું કેન્દ્ર છે. અદ્યતન ટેક્નોલોજી દ્વારા વધુ સચોટ અને અસરકારક સારવાર દર્દીઓ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.

કેન્દ્રમાં Versa HD Linear Accelerator, Digital PET-CT, GE NM 670 SPECT/CT તેમજ Da Vinci X Robotic Surgical System જેવી આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે કેન્સરનું નિદાન અને સારવાર વધુ ચોકસાઈથી શક્ય બનશે.સિનિયર કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી અને રોબોટિક સર્જરી ડૉ. સીમેશ ચંદ્રા એ જણાવ્યું હતું કે, “કેન્સર એક બહુઆયામી બીમારી હોવાથી તેની સારવાર માટે પણ સંકલિત અભિગમ જરૂરી છે. અહીં દરેક દર્દી માટે વ્યક્તિગત અને સર્વગ્રાહી સારવાર યોજના તૈયાર કરવામાં આવશે.”હોસ્પિટલ દ્વારા જણાવાયું છે કે આગામી તબક્કામાં Bone Marrow Transplantation (BMT) અને Radioiodine Therapy જેવી વધુ અદ્યતન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. KD Cancer Center હવે અમદાવાદમાં કેન્સર સારવાર માટે આશા આધુનિકતા અને માનવતાનું નવું પ્રતિક બની રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love