અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઓફિસ બહારથી લેડીઝ ડ્રેસના પાર્સલની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 55,165ના લેડીઝ ડ્રેસ અને એક ઓટોરિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધિત ગુનાઓ શોધવા અને અટકાવવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે ટ્રાન્સપોર્ટ ઓફિસ બહારથી પાર્સલ ચોરી કરનાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં મોહંમદ રિહાન મોહંમદ ઉમર સોદાગર (ઉંમર 32, બહેરામપુરા) અને મોહંમદ હમીદ મોહંમદ આમીન સૈયદ (ઉંમર 38, વટવા)નો સમાવેશ થાય છે. બંનેએ મળીને ટ્રાન્સપોર્ટ ઓફિસ બહાર પડેલા લેડીઝ ડ્રેસના પાર્સલોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. ગોહીલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એસ. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પો.સ.ઇ. જે.આર. બલાત અને ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.કાર્યवाहीમાં પો.સ.ઇ. જયેન્દ્રસિંહ કેસરીસિંહ, કોન્સ્ટેબલ કલ્પેશકુમાર કાનજીભાઈ, મહેશકુમાર હેમંતસંગ, રાજુભાઈ ઈશ્વરભાઈ, અજીતભાઈ દિપાભાઈ સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.બાતમી મેળવવામાં પો.કો. ચિરાગભાઈ અમૃતભાઈ અને પો.કો. બિજલભાઈ શામળાભાઈનો ખાસ ફાળો રહ્યો હતો.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 55,165ના લેડીઝ ડ્રેસ અને એક ઓટોરિક્ષા (નં. GJ-27-V-6658) જપ્ત કરી છે. આરોપીઓએ ટ્રાન્સપોર્ટ ઓફિસ બહાર પડેલા પાર્સલની ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો