વટવા વિસ્તારમાં વટવા પોલીસ સ્ટેશન દ્વારા જાહેરમાં રમાતા જુગાર પર સફળ રેઇડ કરીને ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિક, અધિક પોલીસ કમિશ્નર (સેક્ટર-2) શ્રી જયપાલસિંહ રાઠૌડ, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-6) શ્રી ભગીરથ ગઢવી અને મદદનીશ પોલીસ કમિશ્નર “J” ડિવિઝન શ્રી એન.કે. વ્યાસના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વટવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. વછેટાના નિર્દેશ અનુસાર સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તા. 03/05/2026ના રોજ સાંજે પી.ડી. પંડ્યા કોલેજ રોડ નજીક ખુલ્લા મેદાનમાં રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન આરોપી જયેશભાઈ કનુભાઈ ભીલ (ઉંમર 48, વટવા) સહિત કુલ 4 લોકો પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસએ રોકડ રૂપિયા ₹11,430, 4 મોબાઇલ ફોન (₹28,000) અને 4 મોટરસાયકલ (₹1,18,000) સહિત કુલ ₹1,57,430નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કાર્યવાહી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:
પો.સબ.ઇન્સ્પેક્ટર એન.કે. જાડેજા, અ.હેડ કોન્સ્ટેબલ નાજુભાઈ ડોહલભાઈ, દિનેશભાઈ બાબરભાઈ, અ.પો.કો. ઓમદેવસિંહ ગીરીરાજસિંહ, કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ, મેહુરભાઈ હિરાભાઈ અને પિયુષભાઈ પ્રવિણભાઈ સહિતની ટીમે સફળ કામગીરી બજાવી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો