અમદાવાદમાં ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, આગામી 5 વર્ષ માટે વિકાસનો રોડમૅપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આજે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ, શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, અમદાવાદના પૂર્વ મેયર પ્રતિભા જૈન, પૂર્વ ડેપ્યુટી મેયર જતીન પટેલ તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાની ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા સંયુક્ત રીતે પ્રેસ વાર્તા કરી સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા શહેરના વિકાસ માટેનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ સંકલ્પ પત્રમાં આગામી પાંચ વર્ષ માટેના વિકાસના વિઝન અને વિવિધ યોજનાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે શહેરના વિકાસનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન નાખ્યો હતો અને આજ સુધી તે વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે.ભાજપના જણાવ્યા મુજબ, ગત ટર્મમાં રજૂ કરાયેલા વિઝન ડોક્યુમેન્ટના લગભગ 96 ટકા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે આગામી પાંચ વર્ષમાં શહેરને વધુ આધુનિક, સુવિધાસભર અને સ્માર્ટ બનાવવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. સંકલ્પ પત્રમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ‘ઝુપડપટ્ટી મુક્ત અમદાવાદ’નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 50 હજાર મકાનો બનાવવાની યોજના છે.
અમદાવાદ મનપા ચૂંટણી: ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર, વિકાસના મોટા વચનોમનપા ચૂંટણી પહેલા ભાજપના મોટા વચનો, ઝુપડપટ્ટી મુક્ત અમદાવાદનો સંકલ્પ
આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં પણ વિશેષ ધ્યાન આપવાની વાત કરવામાં આવી છે. ‘કૅન્સર મુક્ત અભિયાન’ હેઠળ દીકરીઓ માટે સર્વાઈકલ કેન્સરની તપાસ માટે મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ જરૂરી રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે મફત સારવારની યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.વીજળી ખર્ચમાં રાહત આપવા માટે પણ ભાજપે આયોજન રજૂ કર્યું છે. શહેરમાં 43 ટકા સુધી વીજળી બિલમાં બચત થાય તે માટે ખાસ પગલાં લેવામાં આવશે, જેથી નાગરિકો પર લાઈટ બિલનો બોજ ઓછો પડે. સાથે જ કોર્પોરેશનમાં થનારી તમામ ભરતીમાં 30 ટકા મહિલાઓને આરક્ષણ આપવામાં આવશે, જે મહિલા સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે જૂની થઈ ગયેલી પાણી અને ગટરની લાઈનોમાંથી 500 કિલોમીટર લાઈન બદલવાની યોજના છે. ફાયર સેફ્ટી માટે 28 મોડલ ફાયર સ્ટેશન અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રાન્સપોર્ટ સુવિધા સુધારવા માટે મેટ્રો, BRTS અને ST વચ્ચે વધુ ઝડપી અને સુવ્યવસ્થિત કનેક્ટિવિટી વિકસાવવામાં આવશે.
અમદાવાદ મનપા ચૂંટણી: ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર, વિકાસના મોટા વચનો
શહેરના પર્યાવરણ અને સ્વચ્છતા માટે પીરાણા ડમ્પ સાઈટને સંપૂર્ણ રીતે હટાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. કચરામાંથી બાયોગેસ અને CNG ગેસ ઉત્પન્ન કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ પગલું છે. દરેક ઝોનમાં સપોર્ટ એક્ટિવિટી સેન્ટર ઉભા કરવાની પણ યોજના છે.શિક્ષણ ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને વધુ સારી શિક્ષણ સુવિધા મળી શકે. સાથે જ શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોનું વિકાસ પણ કરવામાં આવશે, જેમાં જગન્નાથ મંદિરના વિકાસનો સમાવેશ થાય છે.ભાજપનું આ સંકલ્પ પત્ર ચૂંટણી પહેલા શહેરના વિકાસ માટેનું રોડમૅપ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ જેવા તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ વચનોને કેટલો પ્રતિસાદ મળે છે અને મતદાતાઓ પર તેનો કેટલો પ્રભાવ પડે છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો