ઈસ્ટર સન્ડે નિમિત્તે કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના
અમદાવાદ શહેરમાં ઈસ્ટર સન્ડે નિમિત્તે કોમી એકતા અને ભાઈચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી સમુદાય માટે મહત્વના આ પર્વે વિવિધ ધર્મ અને સમાજના આગેવાનો એકત્ર થઈ એકતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો.“ગુડ ફ્રાઈડે”ના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સલીબ પર ચઢાવવામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે તેમના પુનરુત્થાનની યાદમાં ઉજવાતા ઈસ્ટર સન્ડે ને મૃત્યુ ઉપરના વિજય તરીકે માનવામાં આવે છે.આ પ્રસંગે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ વિવિધ સમાજના આગેવાનો જેમ કે રમીન્દ્રસિંહ બગ્ગા, શાહબાજ શેખ, યશ ચૌધરી, સંજયભાઈ અને શેખર રાજપૂત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઇસ્ટર સન્ડેની કોમી એકતા અને ભાઈચારા થી કરવામાં આવેલ ભવ્ય ઉજવણી
કાર્યક્રમ દરમિયાન બીશપ હાઉસ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કેમ્પસ ખાતે ખ્રિસ્તી ધર્મના વડા બિશપ રત્ના સ્વામીને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.ઉપરાંત, વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો અને તેના કારણે નિર્દોષ લોકો પર પડતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નહીં પરંતુ મોટી સમસ્યા હોવાનું જણાવી સંવાદ દ્વારા શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરવામાં આવી.આ પ્રસંગે વિશ્વ શાંતિ, પ્રેમ અને સહઅસ્તિત્વ માટે વિશેષ પ્રાર્થના પણ યોજાઈ હતી, જેમાં સર્વધર્મ સમભાવનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો