N Coverage

News Website

બગોદરા પોલીસે ₹93 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો: ટોલ નાકા પર મોટો બસ્ટ

Views: 134
1 1
Spread the love

Read Time:2 Minute, 53 Second

Gujarat Police હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બગોદરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી ₹93.31 લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોહીબીશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયાના સુપરવિઝનમાં બગોદરા પોલીસ દ્વારા ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન આ સફળતા મળી હતી.ચોક્કસ બાતમીના આધારે HR-55-Y-0543 નંબરના કન્ટેનર ટ્રકની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 555 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 6660 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹73.26 લાખ છે. સાથે જ ટ્રક (₹20 લાખ) અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹93.31 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસે ગણપતલાલ પુરખારામ બિશ્નોઈ (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. તપાસમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય થતો હોવાનો ખુલાસો થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love