N Coverage

News Website

એલીસબ્રીજ પોલીસની મોટી કામગીરી, મહિલા ચોર ઝડપાઈ

Views: 107
1 0
Spread the love

Read Time:1 Minute, 56 Second

અમદાવાદ શહેરના એલીસબ્રીજ પોલીસ સ્ટેશન દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલી એક મહિલા આરોપીની ધરપકડ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમી અને CCTV ફુટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસે આરોપી તરીકે કેલમબાઈ (ઉ.વ. 28), રહેવાસી નડિયાદ, જી. ખેડા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 5 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ₹1,33,000 ગણાવવામાં આવી રહી છે.જપ્ત કરાયેલા મોબાઈલમાં એપલના iPhone 15 Plus, iPhone 15 ઉપરાંત OnePlus અને Realme કંપનીના મોબાઈલનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી રહી છે અને તેના વિરુદ્ધ અમદાવાદ તથા વડોદરાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love