રાજકોટમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોન બેઠક, બૂથ મજબૂત કરવા પર ભાર
રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠક ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઇ હતી, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓને પક્ષની સૌથી મજબૂત કડી ગણાવી હતી. તેમણે દરેક બૂથ પર સુવ્યવસ્થિત આયોજન અને કાર્યકર્તાઓના સશક્તિકરણ પર ખાસ ભાર મૂક્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિપક્ષના ભ્રામક પ્રચારનો અસરકારક જવાબ આપવા માટે પાયાના સ્તરે લોકસંપર્ક વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને લોકસંપર્ક અને વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જનકલ્યાણકારી યોજનાઓ અને લોકસેવાના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગોરધનભાઈ ઝડફીયા સહિતના અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો અને સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લા-મહાનગરોના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો