સાબરમતી પોલીસે ચોરી થયેલ વાહન સાથે આરોપી ઝડપી પાડી ગુનો ડીટેક્ટ કર્યો
અમદાવાદ શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓ સામે સતત કાર્યવાહી કરતા Ahmedabad City Police ની સાબરમતી પોલીસ સ્ટેશન ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ચાંદખેડા વિસ્તારમાંથી ચોરી થયેલ વાહન સાથે એક આરોપીને ઝડપી પાડી ગુનો ડીટેક્ટ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનામાં ગયેલ માલમિલ્કત શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને “એલ” ડિવિઝન હેઠળ સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. વાઘેલાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતું.
આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મોહનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સરેશભાઈ મગનભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનો નં. 11191008250774/2025, ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303(2) મુજબના ગુનામાં ચોરી થયેલ વાહન સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી હાર્દિક ઉમેશકુમાર ચૌહાણ (ઉંમર 23) હોવાનું સામે આવ્યું છે. તે સાબરમતી વિસ્તારમાં ગણેશપરાની ચાલી, બાદશાહની ચાલી પાસે ધર્મનગર સ્કૂલ નજીક રહે છે, જ્યારે તેનો મૂળ વતન મહેસાણા જિલ્લાના કટોસણ તાલુકાના ધનપુરા ગામમાં આવેલ છે.પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલ વાહન કબજે કરીને મુદ્દામાલ રિકવર કર્યો છે. ત્યારબાદ આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં
(1 )પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. વાઘેલા, (2)પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી. રાવલ સહિત(3) હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, (4)કોન્સ્ટેબલ સરેશભાઈ, બાબુભાઈ પ્રભાતભાઈ,( 5)લાખાભાઈ ઇશ્વરભાઈ,( 6)અરૂણાબેન જયંતીભાઈ ( 7 )મહિપાલસિંહ નરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ટીમવર્ક સાથે કામગીરી કરી હતી.સાબરમતી પોલીસની આ કામગીરીને શહેરમાં પ્રશંસનીય માનવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આવા ગુનાઓ પર સતત કડક નજર રાખવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો