BRTS બસમાં ચોરી કરતી મહિલા ઝડપાઈ: દાણીલીમડા પોલીસે ₹1.60 લાખના સોનાના દાગીના સાથે આરોપી પકડી પાડી
અમદાવાદ: શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગ સામે દાણીલીમડા પોલીસને મોટી સફળતા મળી છે. BRTS બસમાં નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી એક મહિલા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે.મળતી માહિતી મુજબ, શહેર પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈના નેતૃત્વમાં ટીમ દ્વારા વિસ્તારમાં ચોરીના બનાવોને રોકવા માટે સઘન પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીદારોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને મહિલા આરોપી ભારતી વા/ઓફ કરણભાઈ દિલીપભાઈ દંતાણીને ઝડપી પાડી હતી.પકડાયેલ આરોપી અમદાવાદના ઇશનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે રહે છે અને મજૂરી કામ કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી સોનાની ચેઇન સાથે ગોળ પેન્ડલ, જેની કિંમત અંદાજે ₹1,20,000 છે, તેમજ ફૂલ ડિઝાઇનની સોનાની બૂટ્ટી, જેની કિંમત અંદાજે ₹40,000 છે, મળી કુલ ₹1,60,000ના દાગીના જપ્ત કર્યા છે. આ દાગીના BRTS બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈ ચોરી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદ સમાચાર | દાણીલીમડા પોલીસની પ્રશંસનીય કામગીરી
પકડાયેલ આરોપી અમદાવાદના ઇશનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે રહે છે અને મજૂરી કામ કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી સોનાની ચેઇન સાથે ગોળ પેન્ડલ, જેની કિંમત અંદાજે ₹1,20,000 છે, તેમજ ફૂલ ડિઝાઇનની સોનાની બૂટ્ટી, જેની કિંમત અંદાજે ₹40,000 છે, મળી કુલ ₹1,60,000ના દાગીના જપ્ત કર્યા છે. આ દાગીના BRTS બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈ ચોરી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આ કેસમાં અન્ય એક આરોપી વિજયભાઈ ઉર્ફે ફાગળો દંતાણી હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આ મામલે BNS કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. વાળા, હેડ કોન્સ્ટેબલ બીપીનચંદ્ર ખુશાલદાસ, કોન્સ્ટેબલ હર્ષભાઈ રમેશકુમાર, કુણાલભાઈ દિનેશભાઈ અને નીતિનકુમાર અરૂણભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.દાણીલીમડા પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે ચોરીનો ગુનો ટૂંકા સમયમાં ઉકેલીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જેને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે જનતા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો