મેફેડ્રોન સાથે આરોપી ઝડપાયો ₹3.47 લાખનો મુદ્દામાલ જપ્ત શાહપુર પોલીસની પ્રશંસનીય કામગીરી
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી કરતાં શાહપુર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ, Ahmedabad City Police દ્વારા “Say No To Drugs” અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના વેપારને ડામવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને શાહપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે તા. 20 માર્ચ 2026ના રોજ આરોપી આરિફભાઈ રફીકભાઈ હલદાર (ઉંમર 34, રહેવાસી વેજલપુર)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગેરકાયદેસર નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ 5.740 ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 17,220 ગણવામાં આવી છે.તે સિવાય આરોપી પાસેથી એક મોબાઈલ ફોન (રૂ. 5,000) અને એક એક્ટિવા ટુ-વ્હીલર (રૂ. 25,000) મળી કુલ રૂપિયા 3,47,220નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને રાત્રે 00:35 કલાકે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં નશાના કારોબાર પર લગામ: શાહપુર પોલીસે આરોપી ઝડપ્યો
આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આરોપી અગાઉ પણ NDPS એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર. જોટાણા સહિત સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાહપુર પોલીસની આ કામગીરીને શહેરમાં પ્રશંસનીય માનવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો