ગેસની અછતનો લાભ લઈ કાળા બજાર કરતો શખ્સ બોડકદેવ પોલીસના હાથે ઝડપાયો
અમદાવાદ: શહેરમાં ઈંધણ ગેસની અછતનો લાભ લઈ ગેરકાયદે રીફિલિંગ કરીને કાળા બજાર કરનાર એક શખ્સને બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સાત ગેસ સિલિન્ડર, રીફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઈપ તેમજ વજન કાંટો સહિત કુલ રૂ. 56,440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ, તાજેતરમાં મધ્ય પૂર્વ દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે પેટ્રોલિયમ પેદાશો અને ઈંધણ ગેસની આયાત-નિકાસ પર અસર પડી રહી છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓમાં કાળા બજાર થવાની શક્યતા વધતા પોલીસ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી હતી કે આવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી કાર્યવાહી કરવી.
આ સૂચનાના અનુસંધાને બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ વાય.વાય. ચૌહાણ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન થલતેજ ગામના ભરવાડવાસ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.પોલીસે હિરાભાઈ પંચણભાઈ શેખાણી (પરમાર) (ઉંમર 50), રહે. નવા ફ્લેટ, સેક્ટર-03, રામાપીરનો ટેકરો, વાડજ, અમદાવાદને તેના કબ્જાની ઓટો રિક્ષા નં. GJ01TF5584 સાથે ઝડપ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસે ઈન્ડિયન ગેસના સાત સિલિન્ડર મળી આવ્યા હતા અને તે ગેરકાયદેસર રીતે એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ રીફિલિંગ કરતો હોવાનું સામે આવ્યું હતું.આ કામગીરી દરમિયાન પોલીસે ઓટો રિક્ષા (કિંમત રૂ. 50,000), ગેસ સિલિન્ડર (રૂ. 6,440) તેમજ રીફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી લોખંડની ડંડી અને વજન કાંટો સહિત કુલ રૂ. 56,440નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી કોઈપણ પ્રકારની સલામતી વિના ગેસ રીફિલિંગ કરતો હોવાથી આસપાસના લોકોની જાનહાનિનો પણ ભય ઉભો થયો હતો.આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ભારતીય ન્યાય સંહિતા કલમ 125 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ 3 અને 7 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી પો.સ.ઈ વાય.વાય. ચૌહાણ, મ.સ.ઈ નથ્થુભાઈ દેવાયતભાઈ, હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ, પો.કો રઘુવીર જગુભાઈ તથા પો.કો તેજપાલસિંહ અર્જુનસિંહની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો