N Coverage

News Website

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.નો મોટો દરોડો: અસલાલી નજીકથી 17.44 લાખનો વિદેશી| દારૂ ઝડપી પાડ્યો

Views: 105
1 0
Spread the love

Read Time:3 Minute, 14 Second

અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ટીમે બહાદુરી અને સતર્કતા દર્શાવી અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોસર ગામની સીમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. દરોડા દરમિયાન કુલ 5083| નાની-મોટી બોટલો સહિત રૂપિયા 17,44,860નો મુદ્દા કબજે કરવામાંઆવ્યો હતો મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તે અનુસંધાને એલ સી બી ના પોલીસ ઇન્સપેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ ટીમ સક્રિય બની હતી.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ| નકુમને મળેલી ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના અધારે ચોસર ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 5083 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 16,94,860 ગણવામાં આવી છે. અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 17,44,860નો જથ્થો પોલીસ દ્વારા કબજેકરવામાં આવ્યો હતો.આ કેસમાં વટવા વિસ્તારના નિલેશ સુરેશભાઈ ચુનારાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આને તેની ~ખોળ હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર| આર.એન. કરમટીયા, પોલીસ સબ| ઇન્સપેક્ટર વી.એ. હરકટ, એએસઆઈ| ભરતસિંહ ચૌહાણ, એએસઆઈ નરેન્દ્રસિંહ વાડા, એએસઆઈ બિરેન્દ્રસિંહ ડાભી, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા, હેડ| કોન્સ્ટેબલ હરપાલસિંહ નકુમ, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ડામોર, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દેસાઈ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઝાલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.]એલસીબી ટીમની આ બહાદુરીભરી કામગીરીને લઈને પોલીસ વિભાગમાં પ્રશંસા થઈ રહી છે અને જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી જાણકારી આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love