N Coverage

News Website

અસ્થાનિક પોલીસ ઊંઘતી રહી, સ્ટેટ મોનિટરિંગ સેલે બતાવી બુટલેગર સામે બહાદુરી — લાખો નું દારૂ જપ્ત

Views: 80
1 0
Spread the love

Read Time:2 Minute, 44 Second

ખેડા જિલ્લાના વડતાલ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી કરી છે. અસ્થાનિક પોલીસને ચકમો આપી ચાલી રહેલા દારૂના ગોડાઉન પર દરોડો પાડી SMCએ લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે અને લોકો દ્વારા SMCની કામગીરીને વખાણ મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ 12 માર્ચ 2026ના રોજ SMCના P iએમ.એસ. તિ્રવેદીની આગેવાનીમાં ટીમે ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કિશોરપુરા ગામમાં ભુપેન્દ્ર ઉર્ફે ભોપો પરમારના ખુલ્લા વેરહાઉસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર રાખવામાં આવેલી IMFLની કુલ 4,102 બોટલ મળી આવી| હતી, જેની કિંમત આશરે 16,06,200 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

આ મામલે પોલીસે ભુપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમાર (કિશોરપુરા, વાટદલ), દેવેશ જગદીશભાઈ શર્મા (નડિયાદ) અને ચિરાગ માફાજી સર્ગરા (નડિયાદ)ને ઝડપીને વડતાલ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભોપો પરમાર લિસ્ટેડ બૂટલેગર હોવાનું પણ સામે આવ્યું છે.તપાસ દરમિયાન આ ગેરકાયદેસર દારૂનો મુખ્ય સપ્લાયર તરીકે ફિરોઝભાઈ અલ્લારખા વોરાનું નામ સામે આવ્યું છે. તેના સાથી તરીકે મહિપતસિંહ, વિજયભાઈ રમેશભાઈ પરમાર, કાશ્યપ ઉર્ફે કસ્તુરી પટેલ તેમજ એક અજાણ્યો વ્યક્તિ પણ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે.આ તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ BNS 111(3)(4) હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર રેડ SMCના પી.આઈ. એમ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love