વટવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત કોડીન કફ સિરપ વેચાણ કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
અમદાવાદ: શહેરમાં નશાકારક પદાર્થો સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કામગીરી હેઠળ વટવા પોલીસ સ્ટેશને પ્રતિબંધિત કફ સિરપ (કોડીન) ગેરકાયદેસર રીતે વેચતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલેક, સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાકારક પદાર્થો સામે સખત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.તે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર ‘જે’ ડિવિઝન એન.કે. વ્યાસના સુપરવિઝનમાં વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કરમુર અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. સોઢાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડને ખાનગી બાતમી મળી હતી કે વટવા સદભાવના નગર ચાર માળિયા બ્લોક નંબર-૭૦ પાસે એક ઈસમ ગેરકાયદેસર રીતે કોડીન ધરાવતી કફ સિરપનું વેચાણ કરી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રીઝવાન ઉર્ફે રાજાભાઈ ગુલામહસેન શેખ (ઉ.વ.૨૧), રહે. સદભાવનાનગર ચાર માળિયા, વટવા ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કોડીન તત્વ ધરાવતી કફ સિરપની ૧૦ સીલબંધ બોટલો, અંદાજિત કિંમત રૂ.૧,૫૦૦, કબજે કરવામાં આવી હતી.આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કલમ ૮(સી), ૨૧(એ) અને ૨૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો