અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે મર્ડર કેસમાં ફરાર આરોપીને બિહાર રાજ્યમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપી સન્નીકુમાર ધર્મેન્દ્ર મંડલ (ઉ.વ. ૨૧) રહે. અલીગંજ, મહેશપુર, જીલ્લો ભાગલપુર (બિહાર) ગુનો આચરીને ફરાર થયો હતો અને પોતાની ધરપકડ ટાળવા માટે બિહાર રાજ્યમાં છુપાઈને રહેતો હતો.આ મામલે નામદાર કોર્ટ દ્વારા BNSS કલમ ૭૨ મુજબ આરોપી વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સુચનાઓના આધારે સાણંદ પોલીસ સ્ટેશનની ટીમ બિહાર રાજ્ય પહોંચી હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો.પોલીસે આરોપીને ઝડપી પાડી સાણંદ લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો