N Coverage

News Website

મેઘાણીનગર પોલીસે 111 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

મેઘાણીનગર પોલીસે 111 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
Views: 1360
0 0
Spread the love

Read Time:2 Minute, 3 Second

અમદાવાદ: મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPSના ગુનાઓને અટકાવવા અને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લઘધીરસિંહ જામભા ઝાલા (ઉં.વ. 44) રહે. બલોલ, ભાલા, તા. લીમડી, જી. સુરેન્દ્રનગર, હાલ રહે. રણાસણ ગામ, ડભોડા, ગાંધીનગર પાસેથી 111 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન, એક્ટિવા અને રોકડ રકમ મળી કુલ ₹57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે આરોપી પાસેથી ₹5,500ની કિંમતનો ગાંજો, ₹10,000નો મોબાઇલ ફોન, ₹40,000ની એક્ટિવા અને ₹1,500 રોકડ મળી કુલ ₹57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો છારાનગર વિસ્તારમાં રહેતી એક અજાણી મહિલા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મહિલાની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(B)(2)(A) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કાર્યવાહીમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PSI એસ.પી. એરૂણકર સહિત સર્વેલન્સ સ્કોડના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed