N Coverage

News Website

કૃષિ સબસિડીનું મોં પ્રાકૃતિક કૃષિ તરફ વાળવું અનિવાર્ય: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

કૃષિ સબસિડીનું મોં પ્રાકૃતિક કૃષિ તરફ વાળવું અનિવાર્ય: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
Views: 1324
1 0
Spread the love

Read Time:3 Minute, 48 Second

ગાંધીનગર: ગુજરાતમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રગતિને વધુ વેગ આપવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા, લોકભવનના સચિવ શ્રી મેહુલ દવે, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ આત્મા, પશુપાલન અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારની કૃષિ સબસિડીનો મુખ્ય પ્રવાહ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તરફ વાળવો જરૂરી છે. તેમણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે **‘એક ખેડૂત–એક નવો મિત્ર’**નો મંત્ર આપ્યો હતો.

રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે અત્યાર સુધીમાં 300થી વધુ કેન્દ્રો કાર્યરત થઈ ચૂક્યા છે. ખેડૂતોને બજાર અને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળે તે માટે ‘પ્રભા બ્રાન્ડ’ હેઠળ ખાસ ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી ઓર્ડર કરી શકશે.

. પેદાશોની વિશ્વસનીયતા માટે સર્ટિફિકેશન

પ્રાકૃતિક કૃષિ પેદાશોની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધારવા માટે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સર્ટિફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિ પેદાશોને વધુ સુવ્યવસ્થિત બજાર અને ખેડૂતોને વધુ સારી તક મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed