N Coverage

News Website

ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી

ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
Views: 1545
1 0
Spread the love

Read Time:3 Minute, 6 Second

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં BRTS બસમાં ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેની પાસેથી સોનાની ચેઇન પેન્ડલ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, તા. 26 ઓગસ્ટ 2026ના રોજ બપોરે આશરે પોણા બે વાગ્યાના સમયે બનાસકાંઠાના રાધનપુર ખાતે રહેતી 43 વર્ષીય ઇન્દુબેન ચેતનભાઇ પટેલ ઇસનપુર ઘોડાસર ચાર રસ્તા BRTS બસ સ્ટેન્ડ પરથી ઇસ્કોન જવા માટે બસમાં બેઠા હતા. બસમાં ભીડ દરમિયાન અજાણ્યા ઇસમે તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI સી.એલ. રબારી તથા ટીમે CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. CCTVના આધારે આરોપીની ઓળખ કરી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો, ખોખરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળનો ગુનો તથા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનો નોંધાયેલો છે.આ કાર્યવાહી PSI સી.એલ. રબારી સહિત ઇસનપુર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 304(2) હેઠળ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love