53 દીવાથી ‘53’ની પ્રતિકૃતિ બનાવી પાઠવાઈ શુભેચ્છા, વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઓઢવ ગુજરાતી શાળા નં. 3/5 ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માના 53મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જન્મદિવસ નિમિત્તે શાળામાં 53 દીવા પ્રગટાવી ‘53’ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદ્યાર્થીઓ સાથે જગદીશ વિશ્વકર્માનો જન્મદિવસ ઉજવાયો
🎓 વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામરૂપે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓને ફળ અને ચોકલેટ આપવામાં આવ્યા હતા.
👥 મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, TP કમિટી ચેરમેન ભાગ્યેશભાઈ, રેવન્યુ કમિટી ચેરમેન મુકેશભાઈ પટેલ, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈ, સ્કૂલ બોર્ડ ચેરમેન સુજયભાઈ મહેતા, પ્રગ્નેશભાઈ પટેલ, અંકિતભાઈ રાઠોડ, નીતાબેન પ્રજાપતિ સહિત ઓઢવ વોર્ડના કાઉન્સિલરો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓ સાથે યોજાયેલી આ ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જગદીશભાઈ વિશ્વકર્માને 53મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો