N Coverage

News Website

મહાનગરપાલિકા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની વિકાસ ગ્રાન્ટ

મહાનગરપાલિકા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની વિકાસ ગ્રાન્ટ
Views: 745
1 0
Spread the love

Read Time:3 Minute, 24 Second

ગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કુલ ₹3,850 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પ્રતિનિધિઓને વિકાસ કામો માટે ચેક અર્પણ કર્યા હતા.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને ₹2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને ₹858 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદને સૌથી વધુ ₹870 કરોડફાળવણીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ ₹870 કરોડ આપવામાં આવ્યા છે. જ્યારે સુરતને ₹770 કરોડ, વડોદરાને ₹285 કરોડ, રાજકોટને ₹232 કરોડ, ભાવનગર અને જામનગરને ₹105-105 કરોડ, તેમજ જૂનાગઢ અને ગાંધીનગરને ₹65-65 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.

ગ્રીન કવર વધારવા પર ભાર

મુખ્યમંત્રીએ શહેરોને વધુ હરિયાળા અને પર્યાવરણમૈત્રી બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. નવી TP સ્કીમમાં વૃક્ષારોપણ માટે જમીન અનામત રાખવાના નિર્ણયનો અસરકારક અમલ કરવા તેમજ બાગ-બગીચા અને ઓક્સિજન પાર્કના નિર્માણને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું

કનુભાઈ દેસાઈનું નિવેદનશહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારના નેતૃત્વમાં નાણાંના અભાવે શહેરોના વિકાસ કામો અટક્યા નથી. હવે વિકાસ કામો વધુ ગુણવત્તાયુક્ત અને ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને થાય તેની કાળજી લેવી જરૂરી છે.કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા સહિતના મહાનુભાવો અને રાજ્યની વિવિધ મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love