અમદાવાદ ગ્રામ્યમાં હથિયારબંધી સામે કડક કાર્યવાહી, દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલા અભિયાન હેઠળ કણભા પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક વ્યક્તિને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ અને અસલાલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન મુજબ કણભા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-ઇન્દોર હાઈવે પર કણભા ગામની હદમાં આવેલા ગુરુકુલ ત્રણ રસ્તા નજીક કાર્યવાહી કરવામાં આવી હતી.
કણભા પોલીસનો પ્રહાર! ₹15 હજારનો દેશી તમંચો જપ્ત, એક આરોપી ઝડપાયો
પોલીસે તોસીફહુસૈન મુસ્તાકભાઈ શેખ (ઉ.વ. 35), રહેવાસી વેજલપુર, અમદાવાદને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી અંદાજિત ₹15,000 કિંમતનો એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.આ મામલે કણભા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) હેઠળ ગુનો નોંધી હથિયાર ક્યાંથી મેળવ્યું અને તેનો ઉપયોગ ક્યાં કરવા માટે થવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. જાડેજા, પીએસઆઈ વી.એમ. નમસા સહિત કણભા પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો