N Coverage

News Website

સાણંદ-બાવળામાં ભારે વરસાદ બાદ સરકાર એક્શન મોડમાં, મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

સાણંદ-બાવળામાં ભારે વરસાદ બાદ સરકાર એક્શન મોડમાં, મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
Views: 1056
1 0
Spread the love

Read Time:2 Minute, 42 Second

અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિને પગલે રાજ્ય સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મંત્રીઓએ સાણંદ-બાવળા રોડ, ઇન્ટાસ ફાર્મા, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, મટોડા, મોડાસર, વિંછીયા, માણકોલ સહિતના ગામો અને ઔદ્યોગિક વિસ્તારોમાં પહોંચી વરસાદથી થયેલી અસરનું નિરીક્ષણ કર્યું. ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા મંત્રીઓએ સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી.બાદમાં બાવળા નગરપાલિકા ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાણીના ઝડપી નિકાલ, અસરગ્રસ્તોને રાહત સામગ્રી અને ફૂડ પેકેટ્સ પહોંચાડવા તેમજ પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરીને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અગ્રસચિવ એમ. થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, અમદાવાદ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed