N Coverage

News Website

અંબાજીથી શ્રી ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ભાજપાની ભવ્ય કળશ યાત્રાનો પ્રારંભ

અંબાજીથી શ્રી ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ભાજપાની ભવ્ય કળશ યાત્રાનો પ્રારંભ
Views: 498
0 0
Spread the love

Read Time:2 Minute, 20 Second

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનો આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી ગુરુ રવિદાસજીની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી સાથેના કળશનું મા અંબાના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું.અંબાજીના ગબ્બર ચોક ખાતે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાચર ચોક સ્થિત અંબાજી મંદિરે ધાર્મિક વિધિ યોજાઈ, જેમાં સંતો, મહંતો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભાજપાએ જણાવ્યું કે આ કળશ યાત્રા ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાંથી પસાર થઈ 3 ઓગસ્ટે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર પહોંચશે. ત્યારબાદ બીજા તબક્કામાં રાજ્યના 16 હજારથી વધુ ગામો તેમજ જિલ્લા અને મહાનગરોમાં સમરસતા સંકલ્પ સભા, સંત સંવાદ અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સમાનતા અને સમરસતાનો સંદેશ લઈને અંબાજીથી નીકળી શ્રી ગુરુ રવિદાસજીની પવિત્ર કળશ યાત્રા

ભાજપાના જણાવ્યા મુજબ આ અભિયાનનો મુખ્ય હેતુ સંત શ્રી ગુરુ રવિદાસજીના સમાનતા, સમરસતા, ભાઈચારા અને માનવતાના સંદેશને રાજ્યભરના જનજન સુધી પહોંચાડવાનો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love