N Coverage

News Website

ચોમાસામાં મુસાફરોની સુરક્ષા માટે AMCની મોટી પહેલ

ચોમાસામાં મુસાફરોની સુરક્ષા માટે AMCની મોટી પહેલ
Views: 891
0 0
Spread the love

Read Time:1 Minute, 43 Second

ચોમાસાની ઋતુ દરમિયાન મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા AMTS અને BRTSની તમામ બસોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.શહેરના તમામ ડેપો ખાતે દરરોજ સેવા પૂર્ણ થયા બાદ બસોનું ડીપ ક્લીનિંગ કરવામાં આવે છે. બસની અંદરની બેઠકો, ફ્લોર, હેન્ડલ, બારીઓ સહિત તમામ ભાગોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. ઉપરાંત બીજા દિવસે બસો રૂટ પર મોકલતા પહેલાં સ્વચ્છતા, સેનેટેશન અને હાઈજીનની સઘન ચકાસણી પણ કરવામાં આવે છે.

ચોમાસાની ઋતુમાં સંક્રમણજન્ય રોગોના જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કોર્પોરેશનનું કહેવું છે કે મુસાફરોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવી તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.AMC દ્વારા જાહેર પરિવહન સેવાઓને વધુ ગુણવત્તાસભર અને વિશ્વસનીય બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી શહેરના લાખો મુસાફરોને વધુ સારી મુસાફરીની સુવિધા મળી રહે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love