N Coverage

News Website

CM ભૂપેન્દ્ર પટેલનો મોડી રાત્રે SEOCમાં ધામો, રાજ્યની વરસાદી સ્થિતિની કરી સમીક્ષા

CM ભૂપેન્દ્ર પટેલનો મોડી રાત્રે SEOCમાં ધામો, રાજ્યની વરસાદી સ્થિતિની કરી સમીક્ષા
Views: 1005
1 0
Spread the love

Read Time:2 Minute, 37 Second

ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. હવામાન વિભાગના અધિકારીઓ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધો સંપર્ક કરી વરસાદની સ્થિતિ અને રાહત-બચાવ કામગીરીની વિગતો મેળવી હતી.

ગુજરાતમાં વરસાદી સંકટ પર સરકાર સતર્ક, CMએ તંત્રને આપ્યા હાઈ એલર્ટના નિર્દેશ

મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અમદાવાદના ધોળકા, ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ રાત્રિ દરમિયાન પણ તમામ જિલ્લા તંત્રને હાઈ એલર્ટ પર રહી સતત મોનિટરિંગ રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની 4 ટીમો દક્ષિણ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. જેમાં 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરતમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં પણ NDRF અને SDRFની ટીમો તૈયાર રાખવામાં આવી છે.સરકારી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 352 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે નવસારી અને વલસાડમાં 22 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ બાદ સફાઈ, માર્ગ મરામત, વીજ પુરવઠાની પુનઃસ્થાપના અને આરોગ્ય સેવાઓ ઝડપથી શરૂ કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી., રાજ્યનું સમગ્ર તંત્ર જરૂરી મશીનરી, માનવબળ અને સાધનો સાથે સંપૂર્ણ સજ્જ હોવાનું બેઠકમાં જણાવાયું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love