EWS આવાસમાં ગેરકાયદે કબજો ભારે પડ્યો, AMCએ પ્રથમ વખત પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદ, 14 જુલાઈ 2026:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેના આવાસોમાં ગેરકાયદે કબજો જમાવનારાઓ સામે ઐતિહાસિક કાર્યવાહી કરતાં પ્રથમ વખત સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. કોર્પોરેશનની આ કાર્યવાહી ગેરકાયદે કબજાઓ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો સ્પષ્ટ સંદેશ આપે છે.AMCના હાઉસિંગ EWS આવાસના ચેરમેન દર્શન શાહના જણાવ્યા મુજબ, ટી.પી. સ્કીમ નં. 21 (આંબાવાડી), ફાઇનલ પ્લોટ નં. 232 ખાતે આવેલા EWS આવાસોમાં કેટલાક મકાનો લાંબા સમયથી ખાલી હતા. આ દરમિયાન ચાર લોકોએ ગેરકાયદેસર રીતે ચાર આવાસોમાં કબજો જમાવ્યો હતો. AMCના એસ્ટેટ અને હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને તમામ કબજેદારોને દૂર કર્યા હતા.
સીલ તોડી વારંવાર કબજો કરનાર સામે AMCની કડક કાર્યવાહી, સેટેલાઇટ પોલીસમાં FIR
જોકે, બ્લોક-સીના આવાસ નં. 207માં એક વ્યક્તિ વારંવાર ગેરકાયદેસર રીતે ફરી પ્રવેશ કરીને રહેવા લાગ્યો હતો. AMCએ પ્રથમ વખત આવાસ સીલ કર્યો, પરંતુ આરોપીએ સીલ તોડી ફરી કબજો કર્યો. ત્યારબાદ બીજી વખત વધુ કડક રીતે સીલ મારી દરવાજા પર પ્લાયવુડ લગાવી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો, છતાં આરોપીએ પ્લાયવુડ તોડી ફરી આવાસમાં પ્રવેશ કર્યો.AMCએ સ્થળ પર ચેતવણીરૂપ નોટિસ લગાવી હતી કે એસ્ટેટ ઓફિસરની મંજૂરી વિના સીલ કરાયેલા આવાસમાં પ્રવેશ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થશે. તેમ છતાં આરોપીએ નિયમોની અવગણના ચાલુ રાખતા આખરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી.પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આવાસમાં રહેલો માલસામાન જપ્ત કરી મકાનને ફરીથી સીલ કરીને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.
Average Rating
More Stories
ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ₹1.95 લાખની સોનાની ચેઇન રિકવર કરી
ગૂગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ સંપન્ન
શ્રીજી ચાઈવાલે ફરી વિવાદમાં: ફૂટપાથની કામગીરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલો